લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 11

(28)
  • 3.9k
  • 3
  • 1.9k

આખો દિવસ બંને વચ્ચે કંઈ જ વાત ના થઈ. સ્નેહાએ ધણા મેસેજ કરી જોયા પણ શુંભમનો કોઈ જવાબ ના હતો. જે રીતે દિવસ વાતો વગરનો રહી ગયો તે રીતે રાત પણ વાતો વગરની ગઈ. સ્નેહાના કેટલા મેસેજ પછી ખાલી રાતે સુતી વખતે એક જ મેસેજ હતો શુંભમનો કે 'પછી વાતો કરીશું અત્યારે નિંદર આવે છે.' સ્નેહાએ પણ તે બાબતે તેને કંઈ પુછ્યું નહીં ને તે એમ જ કંઈ વિચાર્યા વગર આજે જલદી સુઈ ગઈ. પણ શુંભમની નિંદર દર્શૅનાની યાદ સાથે ખોવાયેલી હતી. એક પછી એક બધું ફરી તાજું થઈ રહયું હતું. તે કોલેજના દિવસો, તેમની સાથે