ભોંયરાનો ભેદ - 10 - છેલ્લો ભાગ

(81)
  • 3.8k
  • 5
  • 2k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૦ : ભેદ ઉકેલ્યો વિજય સાવધાનીથી અને છતાં ઝડપથી ચાલી રહ્યો હતો. દાણચોરો હજુ ટાપુ ઉપર હોય એવું શક્ય તો નહોતું લાગતું. છતાં એ લોકો કદાચ હોય પણ ખરા, એની સંભાવના વિચારીને જ કામ કરવાનું હતું. હવે ફરી વાર એ લોકોના હાથમાં સપડાઈ જવાનું પાલવે એમ નહોતું. દાણચોરોની ધીરજનોય અંત આવી શકે છે. કોને ખબર, આ વેળા એ લોકો હાથ-પગ-માથું ભાંગી પણ બેસે ! ટાપુ કાંઈ બહુ મોટો નહોતો. કલાકેકની ઉતાવળી દોડમાં તો વિજય લગભગ આખો ટાપુ ખૂંદી વળ્યો. ખેડૂત જે રીતે ખેતરમાં ઊભા ચાસે હળ હાંકે એ રીતે એ દોડતો હતો. કલાક પછી