ઘડપણમાં એકલતાની વિરહ

  • 2.6k
  • 2
  • 804

વીતેલા સમયની સાથે મુરઝાયેલા દેહ પર કરચલીઓથી વીંટળાયેલી ચામડી, કંપારી કરતા હાથપગ અને ચેહરાની બોખલાહટમાં ઊંડે ઉતરી ગયેલી આંખોમાં એ એકલતા જિંદગીને ભીતરથી કોતરી રહી હતી. એમ તો જમનાબા એ સીત્તેર દિવાળીના દિવા પ્રગટાવી ચૂક્યા છે અને એમના સત્કર્મો થકી ઘર દેદીપ્યમાન રહ્યું છે. સદાય કોઈના કોઈ પ્રવૃતિમાં જોતરાઈ રહેલા જમનાબા આજે વિરહ અને એકલતામાં ઢીલા થઈ પડ્યા છે. એ ખૂંખાર ભર્યો સ્વભાવ, હર્યુંભર્યું વાતાવરણને રાખનાર અને જેમના પગરવથી જ ખુશીઓનો રણકાર થતો હોય તે સ્વભાવ , પગ અને વાતાવરણમાં ખુદ ને એકલા કરી બેઠા છે. જમનાબાના સંતાન