સમાંતર ભાગ - ૧૮ આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ અને ઝલકના એકબીજાને એક અઠવાડિયું 'નો મેસેજ, નો કોલ' ના પ્રોમિસને બે દિવસ પૂરા થઈ ગયા છે. એ બે દિવસમાં આપણે એમની વિહ્વળતા અને એ બંનેના જીવનના ઘણા મહત્વના બનાવોથી માહિતગાર થયા. એમાં એવા પણ પ્રસંગો હતાં જે એમના જીવનના અસંતોષનું કારણ બન્યા હોય અથવા એમના એકબીજાના જીવનમાં પ્રવેશનું કારણ બન્યા હોય. ત્રીજા દિવસની પરોઢિયે રાજ આબુ જવા નીકળી ગયો હોય છે અને ઝલકની આંખોમાંથી ઊંઘ ગાયબ છે. એ એના દીકરા દેવ દ્વારા ખોલી આપવામાં આવેલા ફેસબૂક એકાઉન્ટથી લઈને નૈનેશના એના ફ્રેન્ડ બન્યા પછી શરૂ થયેલી એક નવી સફરના વિચારોમાં