સવારે વહેલા ઘરેથી નીકળતાં નેત્રિ જૈમિકને ફોન કરે છે અને કહે છે હું નીકળી ગઈ છું બપોર સુધી તો આવી જઈશ પછી આપણે શાંતિથી મળીશુ. જૈમિક કહે અરે વાહ.......! વિચાર્યા કરતાં વહેલાં નીકળી ગયાને તમે તો મૅડમ......! ખુબ ખુબ આભાર તમારો વહેલાં પધારી રહ્યા છો એ માટે. તું આવે એટલે હું તરત જ તને મળી લઉં એટલી ઉતાવળ છે પણ હું એવું વિચારી રહ્યો છું કે આપણે મિત્રના જન્મદિવસની એને કાંઇક સરપ્રાઇઝ આપીએ અને એનો જન્મદિવસ મનાવીએ તો કેવું રહે.......? નેત્રિ કહે હા ખુબ સરસ વિચાર છે