પત્તાનો મહેલ - 2

(11)
  • 3.6k
  • 1.4k

પત્તાનો મહેલ પ્રકરણ 2 ‘ શું ઇચ્છતો હતો નિલય… મહેમાન બનવાને ’ ‘ હા, અને તે બની ગયો. મારા ઘરમાં હું મહેમાન છું. મારા ઘરના મહેમાનો મને મારા ઘરમાં મને નીકળતો જોઈને આવજો કહે છે. ચીસો પાડે છે . હસી હસીને બેવડ વળી જાય છે. જો પેલો જાય બાયલો. બૈરી નોકરીએથી આવે ત્યારે ચાનો કપ તૈયાર કરે – અને જો ન કરે તો સાંજનો ચા બંધ.’ ‘પણ નિલુ, – તે તો અડ્જસ્ટમેન્ટ છે. -’ ‘ધૂળમાં જાય તારું અડ્જસ્ટમેન્ટ – મારા ઘરમાં મારા કામમાં માથું મારી મારીને તું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છે. તને બાળક નથી જોઇતું, તને ટીપ ટાપ જોઇએ છે,