ભેદભાવ - 1

(12)
  • 5.8k
  • 1.6k

નિશા તું ક્યાં રખડતી હતી ? અત્યાર સુધી ભટકવાનું હોય ? તું છોકરી છે ઈ ખબર નથી પડતી ? દી આથમે ઈ પેલા તારે ઘરે આવી જવાનું. ઘડિયાળ માં જો તું આઠ વાગી ગયા !! કેટલું અંધારું થઈ ગયું છે જો તો ખરી ? હંસાબહેન નિશાને ધમકાવી રહ્યા હતા. રસિકભાઈ આ બધું રસપૂર્વક સાંભળી રહ્યા હતા. પરંતુ અત્યારે તેમણે કંઈપણ બોલવાનું મુનાશિફ ન સમજ્યું. થોડીવારે ત્રણેય વાળુ કરવા બેઠા, ત્યારે નિશાએ હંસાબેનને પૂછ્યું ભાઈ હજુ નથી આવ્યો ? ના , ઈ એના મિત્રો હારે શેરમાં ગ્યો છે, મોડકથી આવશે. મમ્મી મને થોડુંક દૂધ આપને , તિખ લાગી છે. નિશાએ કહ્યું.