બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 10

  • 2.6k
  • 840

સાડા ત્રણ થયા એટલે નિશા બસ સ્ટેશને આવી ગઈ. તેણે બાંકડા પર નજર કરી તો વિજય ઉદાસ બેઠો હતો. વિજયનું ધ્યાન નિશા પર પડ્યું કે ત્યાં જ વિજયની આંખોમાં આંસુઓ આવવા લાગ્યા. તેને રડતો જોઈ નિશાએ વિજય પરથી નજર હટાવી લીધી અને તેની ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગી. નિશા એવી રીતે વર્તન કરી રહી હતી જાણે કશું થયું જ નથી. તેનુ વર્તન જોઈ વિજયને તેના નસીબ પર હસવું આવી ગયું અને તે આંસુઓ લુછીને હસવા લાગ્યો. વિજય ખૂબ લાગણીશીલ માણસ હતો. તે હંમેશાં પોતાની લાગણી વ્યક્ત કરી નાખતો. તે ખુશ હોય તો ખુશી વ્યક્ત કરી નાખતો, ગુસ્સામાં હોય તો