સુંદરી - પ્રકરણ ૧૫

(100)
  • 5.4k
  • 3
  • 3.6k

પંદર સુંદરી આટલું બોલવાની સાથે પોતાના ઘર તરફ વળી. તે ભીંજાવા લાગી હતી અને તેણે દોડીને પોતાના ઘરનો ઝાંપો બંધ કર્યો અને ઘર તરફ દોડી. ઓટલા પર પહોંચીને તેણે ફરીથી વરુણ તરફ જોયું અને તેને હાથ હલાવીને આવજો કર્યું. વરુણ માટે આજે એક પછી એક તેના તરફ ફેંકાયેલા પ્રેમના બાણ ઝીલવાનો દિવસ હતો. વરુણે પણ સામે હાથ હલાવીને સુંદરીને આવજો કર્યું. સુંદરીએ તેની હથેળી આગળ પાછળ કરીને વરુણને હવે વિદાય લેવાનો ઈશારો કર્યો. વરુણે પોતાનું ડોકું હલાવ્યું અને હેલ્મેટ પહેરી અને સુંદરીએ પહેરેલું જમ્પર પોતે ઓઢ્યું. અને તેને લાગ્યું કે જાણેકે તેને તેની પ્રિયતમાએ પોતાના આલિંગનમાં લઇ લીધો છે. વરુણને