પ્રકરણ – ચોથું/૪‘કુસુમમમમમ........એલી આટલી વારમાં ક્યાં મરી ગઈ પાછી?’ લાલસિંગે ડ્રોઈંગરૂમમાંથી બુમ પાડી.‘એ..... આવું બે મીનીટમાં. કિચનમાં છું. ચા,નાસ્તો લઈને આવી.’કુસુમ એટલે શહેરનાં રાજકારણના ઈતિહાસમાં જેણે લગાતાર બે દાયકાથી તેનો એકસરખો દબદબો અને કીર્તિમાન જાળવી રાખ્યાં હતા, એ લાલસિંગ ચતુર્વેદીની ધર્મપત્ની. કુસુમનો લાલસિંગથી તદ્દન વિપરીત પ્રકૃતિનો સ્વભાવ. શાંત, હસમુખી અને હંમેશા વિનોદવૃત્તિમાં મસ્ત રહેતી કુસુમ. અને લાલસિંગ બિલકુલ અનરોમાન્ટિક. રાજકારણ, વ્યવસાય અને ઘર બહારની દરેક ગતિવિધિના લાલસિંગના સરળ અને મળતાવડાં સ્વાભાવિક લાગતાં સ્વભાવ માટે એક માત્ર કુસુમ અપવાદ હતી. તે તેના રાજકારણ અને વ્યવસાય સિવાય બીજા કોઈ જ ક્ષેત્રની પ્રવૃતિમાં કયારેય સ્હેજે રસ દાખવે નહીં. અને હવે કુસુમ પણ વર્ષોથી લાલસિંગનાં