ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-3

(125)
  • 9.2k
  • 6
  • 6.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-3 નીલાંગ અને નીલાંગીનું બંન્નેનું રીઝલ્ટ ખૂબ સરસ આવેલું બંન્નેએ નક્કી કર્યા પ્રમાણે કોલેજથી સીધાં જ બાલકનાથ બાબાનાં મંદિર દર્શન કરવા અને પ્રાર્થના કરવા આવેલાં બંન્ને જણાંનાં સંવાદ ચાલી રહેલાં ભવિષ્યની સફળતાની કામના કરી રહેલાં. ખડખડાટ હસતી નીલાંગીને નીલાંગ જોઇ રહેલો એણે નીલાંગીને કહ્યું "ચલો મેડમ ચૌપાટી ફરીને પછી લોકલ પકડીશું ને ? સપનોમાં મૂડમાંથી બહાર આવો અને વાસ્તવિક જગતમાં પગલાં પાડો. અને થોડું હાસ્ય અને થોડી ઉદાસી બંન્નેનું મિશ્રણ થઇ ગયું અને બંન્ને જણાં એકબીજાનો હાથ પકડીને ચાલતાં ચાલતાં ચૌપાટી તરફ આગળ વધ્યાં. દરિયા કિનારે પહોચ્યાં પછી બંન્ને જણાં દરિયાનાં પાણીની સામે જ પાણીથી થોડાં દૂર બેસીને