દહેજ .. રમીલા એક સાદગી ભર્યું જીવન જીવનાર કુટુંબમાં થી આવેલી હતી.. 7 ચોપડી ભણેલી અને 7વર્ષ થી એ પછી " માં" ને ઘરકામમાં મદદ કરતી અને ખેતરે પણ પરોઢિયે કામકાજ કરતા એના પાપા સાથે જતી.. અલકમલકની વાતો કરતા બાપ બેટી બેઉ ચાલીને ખેતરે જતા.. રોજનો આ ક્રમ એક દિવસ મધુભાઈ સરપંચ એ ખેતરે રોજ આવતી ને યુવાનીના ઉંબરે આવેલી એક સમજદાર એવી છોકરી ને જોઈ જે ઘરકામમાં મદદ કરતી ખેતર પણ સંભાળતી એવી રમીલાના સગપણનું કહ્યું.. એટલે લેખ જોવાયા અને છોકરાઓને જોવાનો રિવાજ હતો નહિ.. બન્ને વડીલો જ નક્કી કરતા.. ખરીદી મૂહરત ને તૈયારીઓ બધું જોવાય ગયું, હવે વેવાઈએ