રેવા.. ભાગ-૭

(36)
  • 5.5k
  • 3
  • 2.3k

રાજકોટ જવાની તૈયારી કરતા ગુરુવાર ક્યારે આવી ગયો ખબર ન પડી, ગુરુવારની વહેલી સવારે ભાડા પરથી બોલાવેલી કાર આવી પહોંચી અને કારમાં ચારેય જણા ગોઠવાઈ મોરબીથી રાજકોટ જવા માટે રવાનાં થઈ ગયાં.ગાડી સડસડાટ પૂરપાટ વેગે ચાલી રહી હતી અને રેવા આંખોમાં સાગરને મળવાના સપના સેવતી હતી અને મનોમન હરખાઈ પણ રહી હતી પણ કહે કોને સાથે મમ્મી પપ્પા હતા એટલે માસીને સપનાના રાજકુમાર વિસે જણાવી પણ શકતી ન'હોતી. આમ બે કલાકમાં નવ વાગ્યે ફઈનાં આંગણે ગાડી આવી પહોંચી ફઈનાં ઘરે ચા નાસ્તો કરી બધા રેડી થઈ શીતલબહેનનાં ઘરે જવાની તૈયારી કરી રહ્યાં