રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 14

(68)
  • 4.9k
  • 1
  • 1.7k

સાથીદારોની શોધમાં.. ગાઢ જંગલમાં.. દીપડા સાથે યુદ્ધ કરીને ગોરીલાએ જ્યોર્જને બચાવ્યો.. અડધી રાતે નવી મુસીબત.. ___________________________________________ એક દિવસ બરફનું તોફાન આવ્યા પછી સમગ્ર ટાપુ પરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું. ટાપુ ઉપર છવાયેલો બરફ પણ હવે પીગળી ગયો હતો. બહારનું વાતાવરણ ખુશનુમા હતું. પક્ષીઓનો કલરવ ચારેય બાજુ આવેલી ઝાડીમાં ગુંજી રહ્યો હતો. વહેલી સવારે બધા ગુફામાંથી ઉઠીને બહાર આવ્યા. સૂર્યોદય થતાં પહેલા સૌએ બહારની બાજુ પડી રહેલા પાણીના નાનકડા ધોધ નીચે નાહી લીધું. સૂર્ય ઉગ્યા પહેલા પૂર્વ દિશામાંનું આકાશ આજે એકદમ લાલાસ પડતું થઈ ગયું હતું. સૂર્ય ઉગ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે સળગતી લાલભઠ્ઠીમાંથી અગ્નિગોળો