"સંવેદના" આ શબ્દ સાંભળતાં જ કેટકેટલાં વિચારો, ભાવનાઓ અને લાગણીઓ આપણી સમક્ષ તરવરી ઉઠે નઈ? આપણને કૂતરું કરડે એટલે અનાયાસે જ બે ત્રણ ગાળ તો મુખકમલ થી સરી જ પડે. અને એજ કૂતરું ક્યારેક ભસીને આપણાં ઘરમાં ઘૂસતાં ચોરને ભગાવે એટલે એના આચ્છા આના આપણે જ કરીએ. આ કેવી પ્રકૃતિ છે માનવજાત ની નઈ? ના આ પ્રકૃતિ નઈ આ માણસની સંવેદનાનો એક હિસ્સો છે. સંવેદના શિથિલ બિલકુલ નથી. એને તો જડ હોય કે ચેતન બન્ને વસ્તુ સાથે સમાન પ્રેમ છે. ગરમ ચા જો પગ પર પડે તો આપણું શાસ્ત્રીય સંગીત આપોઆપ શરૂ થઈ જાય. તેજ રીતે જો બારણાં ના મિજાગરામાં