સાપ ગયો લીસોટા રહ્યા

  • 4k
  • 778

" સાહેબ, આપણે આપણી શાળા તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ની વ્યવસ્થા ઊભી કરીએતો શક્ય છે? '' "વિજયભાઇ શિક્ષક માટે અશક્ય કંઈ જ હોતું નથી અને તે પણ તમારા જેવા શ્રેષ્ઠ શિક્ષક માટે તો અશક્ય હોય જ નહીં. '' "સાહેબ,એ તો આપની મહાનતા છે બાકી તમારા માર્ગદર્શન વગર અમે શું કરી શકીએ?'' "પણ, તમને છાત્રાલય નો વિચાર આમ અચાનક કેમ આવ્યો?'' "આપણી શાળાનું શિક્ષણનું સ્તર ઘણું સરસ છે. આપણી પાસે વિધાર્થીઓ માત્ર પાંચ કલાક હોય છે પરંતુ એ વિદ્યાર્થીઓ ચોવીસ કલાક માટે આપણી પાસે હોય તો મારું માનવું છે કે સોનામા