લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 9

(32)
  • 5.5k
  • 3
  • 1.9k

સાંજે ઘરે પહોંચ્યા પછી જમવાનું પૂરું થતા રાતે અગિયાર વાગ્યે સ્નેહા ફોન લઈ બેસી ગઈ. હવે વાતો ફેસબુક પર નહોતી હવે વાતો વોર્ટસપ સુધી પહોંચી ગઈ હતી. તેમને શુંભમ ને મેસેજ કર્યો. "હાઈ" થોડીવારમાં મેસેજનો જવાબ આવ્યો "બોલ""પહોંચી ગયા...?" "ના થોડીવારમાં પહોંચી જાય." "ઓકે. બોલો.""કંઈ નહીં તું બોલ...??""કંઈ નહીં. એકવાત પુછું...??""હમણા જવાબ નહીં આપી શકું, બેટરી ખતમ થઈ ગઈ છે. ઘરે પહોંચી મેસેજ કરું.""ઓકે. નો પ્રોબ્લેમ." સ્નેહાએ મેસેજ બંધ કર્યા ને બીજા મેસજમાં લાગી ગઈ. અમદાવાદ આવવાની તૈયારીમાં હતું. શુંભમ તેમના ફેન્ડને મળી રહયો હતો. આ પછી કયારે આવી રીતે મળવાનો સમય મળશે કે નહીં તે કોઈ નહોતું જાણતું.