કૉરોના કહેર

  • 2.8k
  • 1.2k

૧. કપરું થઇ ગયું હાથથી હાથ મિલાવવો કપરું થઇ ગયું, મારાઓથી મને જ મળવું અઘરું થઇ ગયું. બારી, બારણાં કચકચાઇને થઇ ગયાં બંધ, સેલિબ્રિટીઓ કાઢે કચરો, આ કેવું જબરું થઇ ગયું. સમયનો ન ખતમ થતો આ સિલસિલો, ખુદમાં ડૂબી ડૂબીને ડૂબવું, અખરું થઇ ગયું. ક્યારે અટકશે આ બધું, નજર પહોંચતી નથી, તારી રચેલી આ દુનિયામાં જીવવું આકરું થઇ ગયું. ૨. બધાંને ભેગાં કરી દીધાં કૉરોનાના કહેરે ખરાં બધાંને છેટાં કરી દીધાં, દૂર દૂર રાખીને પાછાં બધાંને ભેગાં કરી દીધાં. બૉર્ડરો થઇ ગઇ સીલ, ખૂલી ગયાં દિલ, માસ્ક પહેરનારાઓના ચહેરા કેવા ખુલ્લા કરી દીધાં. સાચું શું? એ તો