રાત અકેલી હૈ

(42)
  • 4.1k
  • 2
  • 1.2k

રાત અકેલી હૈ -રાકેશ ઠક્કરનવાઝુદ્દીનની 'રાત અકેલી હૈ' કોરોના કાળમાં નેટફ્લિક્સ પર આવેલી કદાચ સૌથી રસપ્રદ ફિલ્મ છે. જે પહેલેથી છેલ્લે સુધી બરાબર જકડી રાખે છે. અને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડે છે. શરૂઆતમાં જ ઠાકુરની હત્યા થાય છે એના કારણે આ મર્ડર મિસ્ટ્રી વધુ રોચક બની છે. શંકાના દાયરામાં પરિવારના ઘણા સભ્યો છે અને કોઇપણ ઠાકુરને પ્રેમ કરતું ન હોવાથી દરેક જણ ખૂની લાગે છે એ વાત પહેલી વખત નિર્દેશન કરતા હની ત્રેહનની સફળતા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી સાબિત કરી દીધું છે કે તે આખી ફિલ્મને પોતાના ખભા પર ઊંચકી શકે છે. તે પોલીસના યુનિફોર્મમાં ફુલફોર્મમાં છે. અગાઉ 'કહાની' માં