ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 1

  • 6.4k
  • 1
  • 2.5k

ભાગ 1 : ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું : (ભગવાન, God, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?) હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ એક ખૂબ પ્રચલિત ભજનની પંક્તિ છે અને ખરેખર વાસ્તવિકતા પણ એવી જ છે. ખાલી ભગવાનના નામો જ હજારો નથી પરંતુ એમના વિશેની સમજણ, વ્યાખ્યાઓ પણ અસંખ્ય છે અને અનેક મતમતાંતરો છે. અનેક દેવી દેવતાઓ પણ છે. ઈશ્વર, કે ધર્મની સર્વગ્રાહી વ્યાખ્યા બની શકે નહીં કારણકે દરેક વ્યક્તિની પોતાની માન્યતા, અનુભવ, અને દ્રષ્ટિકોણ મુજબ ભગવાનની વ્યાખ્યા કરે છે. ભારતમાં અસંખ્ય દેવી દેવતાઓમાં, સંપ્રદાયો,