સુંદરી - પ્રકરણ ૧૪

(86)
  • 5.7k
  • 7
  • 3.9k

ચૌદ સુંદરી વારેવારે આકાશ તરફ જોઈ રહી હતી અને પોતાનો અત્યંત શ્વેત અને સપ્રમાણ હાથ લાંબો કરીને વરસાદનું જોર ધીમું પડ્યું કે કેમ એની તપાસ કરી રહી હતી. સુંદરીનો સુંદર હાથ વારેવારે વરસાદમાં હાથ લાંબો કરવાને કારણે સુંદરીના એ ગોરા હાથ પર જાણેકે ગુલાબના સફેદ ફૂલ પર ઝાકળ બાઝ્યાં હોય એવું દેખાઈ રહ્યું હતું, અને તે વરુણને વધુ બેચેન બનાવતો હતો, પરંતુ તેની પાસે મૂંગા રહેવા અને આ દ્રશ્યને સહન સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો. “હું વોશરૂમ જઈને આવું.” અચાનક જ કૃણાલે આ બંનેનું ધ્યાનભંગ કર્યું. વરુણે માથું હલાવીને કૃણાલની વાત નોંધી. કૃણાલે પોતાની બેગ વરુણને પકડાવી અને તે