આગળનાં ભાગમાં આપણે જોયું કે દિવસેને દિવસે બગડી રહી પ્રિયાની હાલતમાં કોઈ જ ફરક પડતો નથી અને બીજી બાજુ રોહનને સતત ડર લાગે છે કે તેના અને સતીષના દુષ્કૃત્યો હવે કંદર્પ જાણી ગયો છે અને ગમે ત્યારે પોલીસને જાણ કરી દેશે ત્યાંથી આગળ.... થોડીવાર સુધી કંદર્પ રોહનને ધમકાવિને પુરું સત્ય જાણવાં માટે બનતી કોશિશ કરી લે છે અને રોહન તેને જણાવે છેકે તે પોતે પણ જાણતો નથી કે અમોલનુ મૃત્યુ કેવી રીતે થયું અને તે વારંવાર સમ ખાઈને કહે છે કે પોતે અમોલના રહસ્યમય મૃત્યુ માટે જવાબદાર છે એવું કંદર્પ ને લાગતું હોય તો તે પોતે