કુવા બહારનું અજવાળું (એક અનોખા સંબંધની વાત) ભાગ ૧

(18)
  • 3.3k
  • 2
  • 1.6k

સ્વાતિને હજી વિશ્વાસ નહતો બેસતો કે એ જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ આટલો જૂઠો હતો. આખું અસ્તિત્વ એની આસપાસ ઘડીને હવે એકાએક એનાથી દૂર જઈ રહી હતી. જવું જ પડે, ફક્ત એ વ્યક્તિથી દૂર નહીં, એ જુઠથી એક અસત્યથી હવે દૂર જવું જ રહ્યું. અને એ પણ કીધા વગર. અત્યારે આ સમયે અફસોસ થતો હતો કે પોતે શા માટે આ વ્યક્તિ માટે એનું પોતાનું ઘર છોડયું. આ વ્યક્તિ માટે એણે એની મમ્મીનું ના સાંભળ્યું. એને એનાં પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ