તેર “એટલે એમ દીકરા, કે જો લાંબા સમય વીત્યા પછી પણ તારી સુંદરી પ્રત્યે પ્રેમની લાગણી જળવાઈ રહે તો તને તો એના પ્રત્યે આકર્ષણ નહીં પરંતુ પ્રેમ જ છે એ સાબિત થઇ જશે પણ શું એનાથી તને સુંદરીનો પ્રેમ મળશે ખરો?” કિશનરાજે વરુણની આંખમાં આંખ નાખીને કહ્યું. “તો પછી હું શું કરું?” વરુણને કિશનરાજના સવાલનો મતલબ સમજાતા સ્વાભાવિક પ્રશ્ન કર્યો. “જો વરુણ, પ્રેમ શબ્દની વ્યાખ્યા બહુ વિશાળ છે. પણ જો હું તેને સરળ કરી દઉં તો, તમે કોઈને પ્રેમ કરો તો એ વ્યક્તિ પણ તમને પ્રેમ કરે જ એ જરૂરી નથી. તારી અત્યારની જ પોઝીશનની જો વાત કરું તો એ