લવ રિવેન્જ - 24

(101)
  • 8.6k
  • 7
  • 4k

લવ રિવેન્જ પ્રકરણ-24 “હવે ગરબાં પ્રેક્ટિસ શરૂ નથી કરવી....!?” ત્રિશા બધાંને ઉદ્દેશીને બોલી. લંચ કર્યા પછી બધાં કોલેજનાં ડ્રામાં સ્ટુડિયોમાં ગોળ સર્કલ બનાવીને બેઠાં હતાં. ડ્રામાં સ્ટુડિયો એક વિશાળ લંબચોરસ મોટો રૂમ હતો. છતમાં મોટી અનેક ફોકસ લાઇટ્સ લાગેલી હતી. સામે વચ્ચેની એક દીવાલને અડીને મોટું સ્ટેજ હતું. જે અત્યારે ઉપયોગમાં નાં લેવાનું હોઇ કાળાં પડદાં વડે ઢાંકેલું હતું. સ્ટેજની સામે પ્રેક્ષકોને બેસવાની ચેયર્સ હટાવીને ચારેય બાજુની દીવાલને અડાડીને એક હરોળમાં મૂકી દેવાઈ હતી. જેથી નવરાત્રિનાં ગરબાંની પ્રેક્ટિસ માટે સ્ટુડન્ટ્સને જગ્યાં મળી રહે. ડ્રામાં સ્ટુડિયોમાં અન્ય સ્ટુડન્ટ્સ પણ ગરબાંની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં.