ઝંખના

(18)
  • 3.4k
  • 790

** ‘ઝંખના’ ** ડૉકટર ડૉ. નિશાન ઠાકર અને ઉભરતી સાહિત્યકાર ‘ઝંખના’ ની ઓળખાણ ફેસબુકના માધ્યમ દ્વારા થઇ હતી. ‘ઝંખના’ તેનું તખલ્લુસ હતું. ડૉ.ડૉ. નિશાન ‘ઝંખના’નું સાચું નામ જાણતો ન હતો. ‘ઝંખના’ ફેસબુક પર સાહિત્યકારોના ગ્રુપમાં તેની કવિતાઓ, ગઝલો, ટૂંકી વાર્તાઓ, હાઈકુ અને પ્રેરક પ્રસંગો રજુ કરતી હતી. ડૉ. નિશાન ડોક્ટર હોવા છતાં સાહિત્યનો ખુબ શોખીન હતો. ડૉ. નિશાન, ‘ઝંખના’ની લેખનીનો દિવાનો હતો. ‘ઝંખના’ની વિશેષતા એક મિનિટમાં વાંચી શકાય તેવી પણ ખુબ ઘહન ગઝલ રચનાઓ હતી. ‘ઝંખના’ની વાંચેલી ગઝલો પર ડૉ.ડૉ. નિશાન જયારે મનન કરતો ત્યારે ‘ઝંખના’ની રચનાઓમાં છુપાએલો ગુઢાર્થ તેને હચમચાવી નાખતો. ‘ઝંખના’ ની રચનાઓ ઉપરથી ડૉ. નિશાનને લાગતું કે