સુંદરી - પ્રકરણ ૧૨

(83)
  • 5.4k
  • 4
  • 4k

બાર “વરુણ...” વરુણ ઉપર નજર પડતાની સાથેજ પોતાના સ્થાને સ્થિર થઇ ગયેલા કિશનરાજ આપોઆપ બોલી પડ્યા. “મેં કહ્યું હતુંને પપ્પા કે મારો વરુણભાઈ બીજો ભાઈલોજ છે?” કિશનરાજની જમણી તરફ સહેજ દૂર ઉભેલા સોનલબાએ કહ્યું. કિશનરાજે પોતાના હાથમાં રહેલું છાપું બાજુમાં પડેલા સોફા પર ફેંકી દીધું અને વરુણ તરફ રીતસર દોડ્યા. વરુણ થોડો ઓસંખાયો પરંતુ તેની પાસે કિશનરાજની દોડને રોકવાનો કે ત્યાંથી ખસી જવાનો એક પણ વિકલ્પ હાથવગો ન હતો એટલે એ ધબકતા હ્રદયે ત્યાંજ ઉભો રહ્યો. કિશનરાજ વરુણ પાસે પહોંચીને થોડી વાર ઉભા રહ્યા અને તેને ઉપરથી નીચે સુધી નીરખ્યો અને પછી તેને ભેટી પડ્યા. પોલીસ અધિકારીના મજબૂત હાથ