બાપુજીના ઓઠાં (૧)

(35)
  • 6.3k
  • 2
  • 1.5k

પ્રિય વાચક મિત્રો..!આપ સૌને બાળપણમાં આપના દાદા કે બાપુજી પાસેથી વાર્તાઓ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે...! એ વાર્તાઓ ગામઠી ભાષામાં "ઓઠા" કહેવાય છે... મારા પિતાજી એક ખેડૂત છે.અને મારું બાળપણ ગામડામાં વીત્યું છે.ત્યારે મારા ગામમાં વીજળી પણ આવી ન હતી (1970 થી 1982)એ સમયે મારા પિતાજીએ ફાનસના અજવાળે વાંચેલી મહાભારત કથામાંથી મેં "મહાભારતના રહસ્યો " ની સિરીઝ લખી છે.. આવી જ એક "ઓઠાં" ની સિરીઝ હું મારા વાચક મીત્રો સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું..આ વાર્તાઓ વર્ષોથી કર્ણોપકર્ણ સચવાતી આવી છે..કદાચ મારુ સૌભાગ્ય છે કે હું આ "ઓઠાં " ને અક્ષરદેહ આપી રહ્યો છું. આ ઓઠાંઓને જે તે સ્વરૂપમાં