ફરી મોહબ્બત - 10

(21)
  • 3.5k
  • 1
  • 1.6k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૦અનય કેબીનમાંથી ઝડપથી બહાર આવ્યો. સાગર ત્યાં જ ભટકાયો, " સાગર મારું કામ જરા સંભાળી લે. મને અત્યારે નીકળવું પડશે. પછી વાત કરું તને." અનય નીકળી ગયો. પણ સાગર શાનમાં સમજી ગયો કે જરૂર અનયનું ઈવા સાથે કશુંક ઉખેડાયું હશે. અનય ઝડપથી ઈવાના ઘરે પહોંચ્યો. અવનીએ દરવાજો ખોલ્યો. "મારી ઈવા?" અંદર પેસતા જ પાગલની જેમ અનયે બરાડા મારતા પૂછ્યું."બેડરૂમમાં..!" અવનીએ ગુસ્સાથી કહ્યું.ઈવા બેડ પર સૂતેલી હતી. હાથમાં પાટો બાંધ્યો હતો."ઈવા..!!" અનય બેડ પર ઈવાની નજદીક જઈને ગોઠવાયો. ઈવાએ ચેહરો ફેરવી દીધો."શું છે આ બધું?? અને આ પાટો કેમ બાંધ્યો છે?? મારી સાથે હોસ્પિટલમાં ચાલ. મમ્મી ડેડી ક્યાં ગયા?? તું