સમાંતર ભાગ - ૧૬ આગળના ભાગમાં આપણે જોયું કે પાર્ટીમાં કામિનીના વર્તનના લીધે રાજ અને ઝલક વચ્ચે તણાવ થઈ જાય છે. અને એજ વાત નિમિત્ત બને છે નૈનેશ અને ઝલક વચ્ચે પહેલી વાર થયેલી લાંબી ચેટ માટે. બોલકા નૈનેશની વાતના પ્રવાહમાં ઝલક એની જાણબહાર જ વહેતી જાય છે અને એ સ્વસ્થ ચર્ચાના અંતે હળવાશ અનુભવતી ઝલકના મનમાં નૈનેશ માટે માનની લાગણી ઉદ્દભવે છે. પણ રાજ સાથે એની નારાજગી હજી પણ ચાલુ હોય છે. રાજને પણ પોતાની ભૂલનો એહસાસ હોય છે પણ એ કોઈ દુવિધામાં હોય છે. હવે આગળ... ***** રાજની વર્ષોની આદત હતી કે બેંકમાંથી નીકળતા એ ઝલકને અચૂક ફોન