શિવમંદિર પાસે ટ્રેકટર ઊભું રહ્યું.પંથકમાં શિવમંદિર પ્રખ્યાત હતું,એટલે સામાજીક પ્રસંગ પતાવીને ટ્રેકટરમાં રહેલા બધા શિવજીના દર્શન કરવા નીચે ઉતર્યા.ઉમા નીચે ન ઉતરી. 'કેમ તારે દર્શન નથી કરવા, શિવના?'કપિલાએ પૂછ્યું. 'ના'ઉમાએ ટૂંકો જવાબ આપ્યો. 'છેટે બેઠી હશે'જેઠીએ કહ્યું. 'ના,પચાસની થઈ.છેટે બેહવાનું તો ક્યારનુંય બંધ થઈ ગયું છે.પાંચેક વરહ થયાં હશે,પણ હું શંકરના દર્શન નથી કરતી'ઊમાએ જવાબ વાળ્યો. ઊમા,ગામડાની છોકરી,ગામડામાં ઉછરીને મોટી થઈ.ગામડામાં લગ્ન થયાં અને ગામડામાં જ મરવાની.એના સિવાય એના પિયર પક્ષનું કોઈ ગામડામાં રહેતું નથી.ઉમા અને એનો પરિવાર ગામડામાં, ખેતરમાં રહે છે.થોડી ખેતી અને પશુપાલન કરી એકવીસ વર્ષે સાસરે ગયેલી ઉમાના જીવનધોરણમાં કોઈ ફરક નથી હા,એનો સુંદર,લીસા ગાલવાળા ચહેરા પર