શકુંતલાદેવી

(46)
  • 4.6k
  • 3
  • 1.5k

શકુંતલાદેવી -રાકેશ ઠક્કર ઝડપથી ગણતરી કરીને 'માનવ કોમ્પ્યુટર' ગણાયેલા ભારતના શકુંતલાદેવીના જીવન પરની અમેઝોન પ્રાઇમ પર રજૂ થયેલી ફિલ્મ 'શકુંતલાદેવી' જોયા પછી એમ કહી શકાય કે એમાં વિદ્યા બાલનનો કારર્કિર્દીનો શ્રેષ્ઠ અભિનય છે. આવી ભૂમિકાઓ માટે વિદ્યાનો વિકલ્પ નથી એમ કહેવું પડે. બોલિવુડમાં ખેલાડીઓ અને કલાકારોના જીવન સુધી જ બાયોપિક હવે સીમિત રહેતી નથી. રિતિક રોશનની 'સુપર ૩૦' પછી વિદ્યાની 'શકુંતલાદેવી' તેનું ઉદાહરણ છે. બધા જ જાણે છે કે આર્યભટ્ટ અને રામાનુજ પછી વિશ્વભરમાં શકુંતલાદેવીએ ગણિતના ક્ષેત્રમાં વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. પરંતુ તેમના જીવન વિશે લોકો ખાસ જાણતા નથી. તેમના જીવનના વિવિધ પાસાને વિદ્યાએ ફિલ્મમાં સજીવન કર્યા છે. વિદ્યાએ