શ્રીકૃષ્ણના પગલે પગલે ન જાણે કેટલીયે લીલાઓ સંકળાયેલી છે. સૌરાષ્ટ્રમાં એવી અનેક જગ્યાઓ છે જયાં કનૈયાની લીલાઓને વર્ણવતી અને એમના ઉપસ્થિત હોવાની અનુભૂતિ કરાવે છે. આવા તમામ સ્થળોની સાથે સાથે કૃષ્ણની વાતો ક્ષણે ક્ષણે વણાયા કરી છે. મોહનની મોરલીની યાદ અપાવતુ આવું જ એક સ્થળ એટલે 'માધવપુર'. પોરબંદરથી સોમનાથ જતા કોસ્ટલ હાઇવે પર માધવપુર શોભી રહ્યુ છે. તો આવો જોઈએ માધવપુરની એક નાનકડી ઝલક માધવપુર.......શબ્દ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ સ્થળનો સબંધ નકકી કૃષ્ણ સાથે હોવો જોઈએ. હા, એવુ જ છે. અહી પૌરાણિક મંદિરો, કુંડ, વાવ, તીર્થો