વેધ ભરમ - 8

(152)
  • 10.5k
  • 6
  • 6.1k

અશ્વિને આપેલ તેના કર્મચારીની ડીટેઇલ્સનું લીસ્ટ રિષભે શાંતિથી જોયુ અને પછી કહ્યું “આમા તમારા બધા જ કર્મચારી આવી ગયા છે ને? કોઇ નામ બાકી તો નથી રહી ગયું ને?” “હા, બધા જ કર્મચારી આવી ગયા છે. મે ચેક કરીને જ તમને આપ્યુ છે.” અશ્વિને કહ્યું. “તો પછી આમા નિખીલ જેઠવાનું નામ કેમ નથી?” રિષભે સીધો જ પ્રહાર કરતા કહ્યું. આ સાંભળી અશ્વિનના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે થોથવાતા બોલ્યો “એ તો એવુ છે કે તે અમારો કાયમી કર્મચારી નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. એટલે તે કર્મચારીના લીસ્ટમાં નથી.” “મે તો તમને તમારા બધા કર્મચારીની વિગત આપવા કહેલુ તે