હેપ્પી રક્ષાબંધન

  • 4.2k
  • 1
  • 1.3k

આજે રક્ષાબંધન છે. રીના પોતાના ભાઈ રોનકને રાખડી બાંધવા માટે, પૂજાની થાળી તૈયાર કરી રહી છે. રીનાની મમ્મી સવારના ઘરકામમાં વ્યસ્ત છે. રીનાના પપ્પા, ગઇકાલે પૂરા ફેમિલી સાથે ભાઈ રોનક માટે બાઇકનાં શોરૂમ પર જઈ રોનકની પસંદનુ જે બાઇક લેવાનું નક્કી કરીને આવ્યાં હતાં, તે બાઇક લેવા બાઇકનાં શોરૂમ પર ગયા છે. ઘરે પપ્પાની કે બાઇકની ? રાહ જોતો રોનક, બાઇક માટે અધીરો થઈ, પપ્પા બાઇક લઇને ક્યારે આવે તેની રાહ જોતો, ઘરના દરવાજામાંજ ઉભો છે. રોનકને આમ અધીરાઈમા જોઇ, રીનાને તેની મમ્મી કહી રહી છે કે...મમ્મી : રીનાબેટા, જોતો ખરી, તારા ભાઈનો બાઇક માટેનો હરખ તો જો.રોનકમા આજે પોતાના નવા બાઇકને લઇને વધારે પડતો