અંગત ડાયરી - સરપ્રાઇઝ

  • 3.9k
  • 1
  • 1.3k

અંગત ડાયરી ============શીર્ષક : સરપ્રાઇઝ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૨, જુલાઈ ૨૦૨૦, રવિવાર સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. તમારા કેલ્ક્યુલેશન્સની બહારનું, તમારી ધારણા બહારનું કશુંક બને અને તમારી ભીતરે જે અહેસાસ, જે સ્પંદનો જન્મે એને સરપ્રાઇઝ કહેવાય. એક મિત્રે બહુ સરસ વાત કરેલી. જિંદગીમાં બનતી દસ ઘટનાઓમાંથી ચાર એવી હોય છે જે સૌની સાથે બની એટલે તમારી સાથે પણ બને. જેમકે ઓફિસમાં બધાનું ઇન્ક્રીમેન્ટ થાય એટલે તમારું પણ થાય. પરીક્ષામાં પાસ તો મોટાભાગના થઈ જ જાય. દસમાંથી ત્રણ ઘટના એવી હોય છે કે જેમાં તમારી વિશેષ મહેનત કે લાપરવાહી જવાબદાર હોય છે. જેમ કે પરીક્ષામાં તમે ટોપ ટેનમાં આવો