પ્રેરણા નું ઝરણું

(24)
  • 38.9k
  • 1
  • 16k

રાકેશભાઈની કાર રસ્તા ઉપર પુરપાટ દોડી રહી હતી. રાકેશભાઈ ફેમિલી સાથે અમદાવાદ એક ફંક્શનમાં ગયા હતા. ત્યાંથી નીકળતા મોડું થઈ ગયું હતું. દિકરી અંકિતા ને વહેલી સ્કૂલ માં જવાનું હોય જો વહેલા પહોંચે તો દિકરી ને વહેલું ઉઠવામા તકલીફ ન પડે.ત્યાં અચાનક રોડ સાઈડના ખેતરમાં થી એક રોજડુ ગાડી સાથે જોરથી ભટકાયુ.અચાનક થયેલા હુમલા થી કાર પર નો કાબૂ રાકેશભાઈ ગુમાવી બેઠા.ગાડી ગડથોલીયુ ખાઈને રોડ પરથી ઉતરીને બાજુ ના ખેતરમાં ખાબકી. તેમાં રાકેશભાઈ નો આબાદ બચાવ થયો. પણ તેમના પત્ની અને દિકરી નુ ત્યાં ને ત્યાં કરુણ મૃત્યુ થયું.રાકેશભાઈ ને પણ થોડું ઘણું વાગ્યું હતું પણ આટલા મોટા આઘાત સામે