લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 3

(34)
  • 6.1k
  • 3
  • 2.6k

"શું વિચાર કર્યો તે....?? પપ્પાના હા મા હા કે કંઈક નવું કરવાનો....!!" નિરાલીએ લંચના ડબ્બાને ખોલતા પુછ્યું. ઓફિસમાં આમ તો ઘણી છોકરીઓ હતી પણ બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી કોઈને એકસાથે જમવાનો સમય ના મળતો. નિરાલી અને સ્નેહાનો સમય ફિક્સ હતો રોજનો. એટલે તે કોઈની રાહ જોયા વગર જ જમવા બેસી જતી. "કંઈ નવું કરવું છે. મારે બાકી લોકો જેવી જિંદગી નથી જીવવી." સ્નેહાએ તેમનો ડબ્બો ખોલતા કહયું"બધાની જિંદગી એક રસ્તા પર જાઈ છે, લગ્ન ને પછી છોકરા જણવાના . તો શું તે બધું તું નથી કરવા માંગતી..??" "તે પણ કરવું છે. પણ, કંઈક અલગ રીતે જિંદગીને એક નવી રાહ તરફ