ફોન મૂક્યા પછી જૈમિક મનમાં ને મનમાં વિચારે છે કે આ તો કેવી વાત કહેવાય...??? આટલી નાની ઉંમરમાં આટલું મોટું દુ:ખ...??? ભગવાન ખરેખર જો તમે છો તો તમારી હાજરી સાબિત કરજો ક્યારેય નેત્રિને કોઈ દુ:ખના પડે એવી જવાબદારી મારી તો છે જ પણ એથી વધુ તમારી પણ છે જે જવાબદારી તમે નિભાવશો તો જ હું માનીશ કે તમારું અસ્તિત્વ છે આ પૃથ્વી પર નહીંતર હું માનીશ કે તમારું અસ્તિત્વ બસ પથ્થરની મૂરતનું જ છે બસ. જૈમિક ક્યારેય આટલા મોટા દુઃખથી વાકેફ થયો ન હતો માટે એ આ વાતથી