નીતિને રિધિમાંને એના ઘર સુધી મૂકીને પછી પોતાના ઘર તરફ પાછો ફર્યો. નીતિન રિધિમાંના મુશ્કેલીના દિવસોમાં એનો સાથ આપવા માંગતો હતો. એટલે જ જ્યારે રિધિમાં ઓફિસથી રાત્રે 8 વાગ્યે નીકળે ત્યારે એની પાછળ જતો અને સુરક્ષિત ઘરે પહોંચી જાય ત્યારે જ એ પાછો આવતો. નીતિન ઘણા થોડા સમયમાં રિધિમાંની નજીક આવી ગયો હતો. રિધિમાં એના જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવતી હતી. આજે જે કઈ થયું એ રિધિમાં માટે ખૂબ આશ્ચર્યજનક હતું. ઘરે પહોંચી અને એના મમ્મીને એણે પોતાનો એવોર્ડ બતાવ્યો. એની મમ્મી પણ ખૂબ ખુશ થઈ ગઈ. પણ સાથે સાથે રિધિમાંને એ પણ યાદ અપાવ્યું કે, "જો તે નોકરી છોડી