મધદરિયે - 7

  • 2.8k
  • 1.3k

પુષ્પાના ગયા બાદ પરિમલના પપ્પાએ બધો કારોબાર પરિમલને સોંપી દીધો..પોતાની હવે ઉંમર થઇ છે.. આ નાનકડી જીંદગીમાં કાંઇક સારું કામ કરી શકે એ માટે એમણે વૃદ્ધાશ્રમ ખોલી અને અસહાય માવતરની સેવામાં મન પરોવી દીધું.. એમને જ્યારે જરૂર પડતી ત્યારે એ પરિમલ પાસે મદદ માંગતા,અને પરિમલ પણ પોતાની શક્તિ મુજબ મદદ કરતો હતો.. અવની હવે ખુબજ મોટી થઈ ગઈ હતી..એ ખૂબ જ સમજણી હતી.. પુષ્પા જેવા જ નાક નક્શ હતા.. એને જોઈને હજું પણ પરિમલને પુષ્પા યાદ આવી જતી હતી.. પુષ્પાની મરણ તિથી હોય એટલે ઉત્સવ જેવો માહોલ સર્જાતો હતો.. બધા 'પુષ્પા વૃદ્ધાશ્રમમાં' ભેગા થતા..પ્રાર્થના કરતા,પુષ્પાના આત્માની શાંતિ માટે બધા પ્રભુને