વાત્સલ્યની પરાકાષ્ઠા

  • 4.1k
  • 1k

રઈબુનના એકના એક વહાલસોયા દીકરા રાજેશનો આજે જન્મદિવસ હતો.માં તે વળી માં, જેને નવ-નવ મહિના પોતાની કુખમાં પાલી પોષીને મોટો કર્યો હોય, તે માં ને વળી પોતાના દીકરાનો જન્મદિવસ તો ઊંઘમાં પણ યાદ હોયજ, માટે આજે પોતાના પુત્રના જન્મદિવસના હરખમાં રઈબુન જાણે ઊંઘમાં ને ઊંઘ માંજ પોતાના દીકરા સાથે જોડાયેલી જૂની તથા મધુર યાદોને સપનામાં માણી રહ્યા હતા.રાજેશના જન્મ માટે ઉઘાડે પગે અંબાજી ચાલતા જવાની માનેલી બાધા અને પાછો અગન ગોળાની લ્હાય ઓકતો એ મે માસ તે પગમાં તો જાણે રૂપિયાના સિક્કા જેવા ફોલ્લા પડી ગયેલા ને ઘરે આવ્યા પછી એવા ફોલ્લા વાળા પગે ઘરનું કામકાજ ને ઢોરાનું વાસીદુ નાખવા