હું અત્યારે અમદાવાદ શહેરના સૌથી ધનિક વ્યક્તિનાં ઘરમાં બેઠો છું. નામ એમનું અરવિંદ મહેતા, શહેરનાં જ નહીં પરંતુ દેશ વિદેશનાં સૌથી ઉચ્ચ બિઝનેસમેનની યાદીમાં એમનું નામ મોખરે. દેખાવે કર્નલ જેવો ચહેરો, કડક અવાજ, શરીરનો બાંધો પણ કોઈ સ્પોર્ટસ પર્સન જેવો મજબૂત. પહેલી નજરે કોઈ કહી જ ન શકે કે એ એક યુવતીના પિતા હશે. અરવિંદ મહેતાની એકમાત્ર પુત્રી નિશા મહેતા, એ મારી સહાધ્યાયી અને મારી પ્રેમિકા. કોલેજ પૂર્ણ થતાં જ નિશાનાં આગ્રહવશ હું એના પિતાને મળવા અને અમારા સંબંધની જાણ કરવા, લગ્નની વાત કરવા એની સાથે અહીંયા આવ્યો હતો. આ મારા જીવનની સૌથી મોટી મુર્ખામી હતી. ખબર નહીં કયા ચોઘડિયામાં