બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 8

  • 2.7k
  • 974

બે દિવસ પછી વિજયને કોલેજના અસાઇનમેંટ સબમિટ કરવાના હતા તેથી તે બે દિવસ પછી સવારે નવ વાગ્યાની બસમાં જામનગર જવા રવાના થઇ ગયો. બસ જામનગર પહોંચી ત્યારે દસ વાગ્યા હતા. અસાઇનમેંટ સબમિટ કરવાનો ટાઈમ અગિયાર વાગ્યાનો હતો એટલે તેણે સંજયને કોલ કરી તેને થોડીવાર માટે આઈ.ટી.આઈમાંથી બહાર બોલાવ્યો. સંજય આવ્યો એટલે બંને મિત્રો ચા પીવા ગયા અને ચા પીધા પછી સ્ટેશન ગયા. બંને મિત્રો સ્ટેશન પહોંચ્યા તો વિજયે જોયું કે લકી નીક સાથે વાતો કરી રહ્યો હતો. વિજયે તેના મિત્રો પાસેથી લકીનું માત્ર નામ સાંભળ્યું હતું. વિજયે અસાઇનમેંટ સબમિટ કરવાના એક દિવસ પહેલા નીકના એક મિત્ર દ્વારા લકીને પહેલી