શાળાની એ છેલ્લી બેન્ચ.શબ્દ સાંભળતાં જ આંખો સામે તોફાન અને ધીંગામસ્તી કરતાં ટાબરિયાઓનું એક ચિત્ર ઉપસી આવે ! ખરેખર તો સાચું શાળા જીવન છેલ્લી બેન્ચ પર બેસતાં બાળકો જ જીવતા હોય છે. શાળા માંથી છૂટા પડ્યા પછી તેમની પાસે માર્કશીટમાં માર્ક્સ ભલે ઓછા હોય પણ યાદ રાખવા જેવી વાતો અઢળક હોય છે.જ્યારે પ્રથમ બેન્ચ વાળા પાસે ફક્ત માર્કશીટના માર્ક્સ જ હોય અને તે પણ તેને જીવનમાં કેટલા કામ લાગશે એ વિશે પણ શંકા-કુશંકા હોય.શાળાની દરેક બેન્ચની એક કહાની હોય છે. ના જાણે કેટકેટલા વિરલાઓ