આગળના ભાગમાં આપે જોયું કે પુષ્પાને કેન્સર હતું અને એ પરિમલના બીજા લગ્ન કરાવે છે.. એની પુત્રી અવની (રીવા) જેને પરિમલ રીવા અને પુષ્પા અવની કહે છે.. જે પુષ્પાની કૂખે અવતરી છે... પુષ્પાને તો જાણે પાંખો લાગી હતી..એ દરેક કામ દોડતા કરતી હતી.. સૌને ખબર પડી ગઈ હતી કે પુષ્પાને કેન્સર છે,એ બહુ થોડા દિવસની મહેમાન છે..આમ તો આ દુનિયામાં પરિમલ સિવાય પુષ્પાનું કોઈ હતું નહીં,છતા પણ એના પ્રત્યે બધાને લાગણી થાય એ સ્વાભાવિક હતું.. એક સ્રી બધું સહન કરી શકે,બધું વહેંચી શકે પરંતું જીવતે જીવ પોતાના પતિને ક્યારેય ન વહેંચી શકે.. એના પ્રેમ પર પોતાનો અધિકાર જ રહેવા દેતી