અજાણ્યો શત્રુ - 12

(13)
  • 2.8k
  • 3
  • 1.2k

છેલ્લે આપણે જોયું કે રાઘવ ત્રિષા સાથે ટ્રેનિંગ સેન્ટર જાય છે. પરંતુ તેનું વર્તન બરાબર નહતું. આ વાત પર બોસ તેને સમજાવે છે. આથી રાઘવ પોતાના વર્તનમાં સુધારો લાવવાની કોશિશ કરે છે. હવે આગળ...... ******** જીપ ત્રિષાના ઘર નજીક પહોંચવા આવી હતી. એ પહેલાં રસ્તામાં આવતા એક કોફી શોપ પર રાઘવની નજર પડી. કોફી શોપ રોડની બીજી તરફ હતો. આથી રાઘવે યુ ટર્ન લઈ જીપને કોફી શોપ આગળ ઊભી રાખી. ત્રિષા થાકના કારણે આંખો મિચીં જીપમાં બેઠી હતી,પરંતુ યુ ટર્ન લેવાના કારણે તે રાઘવ તરફ નમી પડી. અજાણતા આમ નમવાના કારણે તેનાથી અનાયાસે જ રાઘવનો હાથ ટેકા માટે