લવ રિવેન્જ - 23

(88.2k)
  • 11.3k
  • 10
  • 5.4k

લવ રિવેન્જ પ્રકરણ-23 "“એ તારો નઈ થાય.....!” સુભદ્રાબેને કહેલાં શબ્દોનાં હવે લાવણ્યાનાં મનમાં પડઘાં પડવાં લાગ્યાં. લાવણ્યા આઘાતથી તેની મમ્મી સામે શૂન્ય મનસ્ક જોઈ રહી. અગાઉ વિશાલ, પ્રેમ, અંકિતા અને કામ્યા સહિત અન્ય મિત્રોએ પણ લાવણ્યાને આવુંજ કઇંક કહ્યું હતું. પણ એ વખતે સિદ્ધાર્થ લાવણ્યા સાથે જોઈ તેટલો નહોતો ઓપન થયો એમ માની લાવણ્યાએ બધાં મિત્રોની એ વાતને વધુ મહત્વ નહોતું આપ્યું. છતાંપણ એ ડર લાવણ્યાનાં મનમાં ઘર જરૂર કરી ગયો હતો કે સિદ્ધાર્થ તેનાથી છીનવાઈ જશે. નેહા તેને છીનવી લેશે. જેમ-જેમ સિદ્ધાર્થ તેનાં તરફ ઢળતો ગયો એમ-એમ લાવણ્યાનાં મન રહેલો એ ડર ઓછો થવાં લાગ્યો