જીવનની ગતિ સ્થિર થઈ જાય તો કેવું સારું હોત...! પણ જો માણસ એક જગ્યા પર સ્થંભી જાય તો સમય તેને માત આપી પછાડી નાખે છે. સમયના ચક્ર સાથે તમારે દોડતું રહેવું પડે છે. બાળપણ, કિશોર, યુવાન અને અંતે બુઢ્ઢો માણસ...મારા જીવનના વર્ષો હું સંઘર્ષ સાથે જ જીવ્યો છું. મનાઈ હોવા છતાં ક્રિકેટ રમવા જતું બાળપણ, પૂછ્યા વગર જ ઘરે થી કિશોરઅવસ્થામાં તળાવે નાહવા જતો હું. અને આ યુવાની છે. દિલમાં કોઈએ જગ્યા બનાવેલી, મિલનની ઘડીઓ ગણી ને દિવસો પસાર કરીને પણ માત્ર એની એક ઝલક પામવા અનેક કિલોમીટર દૂર તેને મળવા જતો હું. હાથમાં પોતાની કમાઈના પૈસા આવવા લાગ્યા એટલે થોડો