એક અધૂરી દાસ્તાં... - 8

  • 2.5k
  • 1
  • 888

8.એ દિવસો યાદ કરું છું તો આજેય આંખો ભરાઈ આવે છે અનુ. એ હોસ્પિટલની વાસ આજેય મગજમાં ઘુમેરાયા કરે છે. દરરોજ સવારે એક આશા જાગતી અને સૂરજ ચડે એમ નિરાશા ચડતી જતી. હું તારી જ પાસે બેસી રહેતો. તને જોઈ રહેતો. એ આશા સાથે કે તું હમણાં ઉઠશે, મારી સાથે વાત કરશે. પણ મારી એ પ્રતીક્ષા લંબાતી રહેતી... લંબાતી રહેતી...તું બધું જ ભૂલી ચુકી હતી અનુ... તારી યાદદાસ્ત જતી રહી હતી... મારા માટે આ અસહ્ય હતું. હું તારો હાથ પકડીને બેસી રહેતો. મારી વાત કદાચ તારા કાન સુધી ન પહોંચતી હોય પણ તું મને મહેસુસ કરી શકે એ માટે. તારા એ